રાજકોટ: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 2 દીકરીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, કારણ અકબંધ

Date:

રાજકોટથી TRP ગેમ ઝોન બાદ વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જે માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પણ છે. વિગતો મુજબ રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં આ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીની વિગતો મુજબ આ બંને બાળકી નેપાળી પરિવારની હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં તાજેતરમાં ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આવેલ શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં નેપાળી પરિવારની 2 દીકરીના ડૂબી જવાથી એકાએક મોત થયા છે. અચાનક બાળકીઓના ડૂબી જવાથી મોતને લઈ પરિજનો શોકમાં ગરકાવ થયા છે.

પરિવાર તરફથી મળતી માહિતી મુજબ પ્રકૃતિ ગોકુલચાંદ અને મેનુકા પ્રકાશસિંઘ નામની બાળકીના મોત થયા છે. નોંધનીય છે કે, થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાનાથી મૃત્યુ થયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Singham Again and Bhool Bhulaiya 3 Clash: આ દિવસે બોક્સ ઓફિસ પર ટકરાશે બે સુપરહિટ ફિલ્મોના સિક્વલ

સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન' અગાઉ આ વર્ષે...

ચારધામ જતા ભક્તોએ એટલી બધી પાણીની બોટલો ફેંકી કે કોર્પોરેશનને 1 કરોડ રૂપિયાની કમાણી થઈ!

આ દિવસોમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ...

અમદાવાદમાં ભીષણ આગ: બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ ભડકે બળી, બ્લાસ્ટ થતા ફાયરની 18થી વધુ ગાડી દોડી

અમદાવાદમાં વહેલી સવારે ભયાનક આગની દુર્ઘટના સામે આવી છે....